દૂર હોડી,ગીત ધીમું સ્હેજ કૅમેરા ફરે,
ક્લોઝ- અપ સંવાદ સૌ કાંઠા ઉપર પાછા ફરે.
આંગળીઓ ટેપની સ્વીચ પર અને ધીમી તરજ,
ફીણ ઊછળે ગ્લાસમાં ને મેક અપ ફેરા ફરે.
કાગડાનાં ઝુંડ આકાશે ઊડે બે ચાર ક્ષણ,
‘બદ્તમીઝ” કહેતા વિલનની આંખમાં ભાલા ફરે.
હોજમાં લીસ્સી ચળકતી ચામડી ને શોર્ટ સીન,
સીન ઉપર ભૂખ્યા સમયના તીક્ષ્ણ કૂંડાળા ફરે.
લોન્ગ સીન,ગાડી ઊભી હાંફે હીરોઈનનું રુદન,
એક ભાડૂતી કુલીની છાતી પર પાટા ફરે.
ક્લોઝ- અપ સંવાદ સૌ કાંઠાથી જાણે દૂર દૂર,
દૂર હોડી,ગીત ધીમું સ્હેજ કૅમેરા ફરે.
હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
June 19, 2007 at 12:56 pm
હોજમાં લીસ્સી ચળકતી ચામડી ને શોર્ટ સીન,
સીન ઉપર ભૂખ્યા સમયના તીક્ષ્ણ કૂંડાળા ફરે.
I call this Gazal as a “GUJLISH” .. WOW ! …Adam Tankaravi is writing lots of “Gujlish ” Gazals”
June 19, 2007 at 2:26 pm
ફીલ્મના શુટીંગનો આખો માહોલ ક્યાંકને ક્યાંક આપણા વાસ્તવીક જીવનમાંય હવે તો જાણે કાયદેસરનો બની ગયો છે ! આ રચના આપણને લોંગ-શોર્ટ-ક્લોઝ કેમેરા ફેરવીને બતાવવા મથે છે. ધન્યવાદ.