નોંધ

By gujratikavyajagat

હ્રદયમાં આંખમાં આકાશમાં અધ્ધર ઊછળવાનું
ગમે તે થાય પણ અંતે તને અમથુંય મળવાનું

નગરની નોંધ જેવો તાપ વેઠીને ઊકળવાનું
મને તારા વગરનું આવડે બસ એમ બળવાનું

બધું યે હાથ લાગે તોયે લાગે ; છે કશું બાકી
ચરણ ચાલ્યાં કરે છે એમ લાગે છે રઝળવાનું

કરું છું એકઠી કરચો  બધી હમણાં તો યાદોની
કહી શકતો નથી આગળ ઉપર શું શું નીકળવાનું

મને પણ એટલું શિખવાડ ઓ મારા બરફ બંધુ !
તિમિરમાં  તેજમાં સર સર સરી પળ પળ પીગળવાનું
શ્રી મનહર મોદી

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

3 Responses to “નોંધ”

  1. વિવેક Says:

    સુંદર ગઝલ…

  2. Mohammedali 'wafa' Says:

    લઠડવાનું_મોહંમદઅલી ‘વફા’

    કરીને આંખ નીચી આ તમારું આ શરમવાનું. અમારું આ જિગર ચીરી કહે આશું પજવવાનું.?

    તમારી આંખના સોગંદ અમે પીતા નથી કોદિ,
    તમોને જોઇને કયાં થાયછે પ્રિયે લઠડવાનું?
    _મોહંમદઅલી ‘વફા’(9એપ્રીલ20007)

    અમારા બ્લોગો ની મુલાકાત માટે ભાવ ભીનું આમંત્રણ.
    બઝમે વફા बझ्मे वफा Bazme wafa بزمِ وَفاَ :શ્રી મોહંમદઅલી ‘વફા’નો ગદ્ય, પદ્ય સંકલિત બ્લોગ.
    બાગેવફા बागेवफा BAGEWAFA بَاغِ وَفا :શ્રી મોહંમદઅલી ‘વફા’નો સ્વરચિત રચનાનો બ્લોગ.
    shayri.com/forums/showthread.php :શ્રી મોહંમદઅલી ‘વફા’નો ઉર્દુ,હિંદી રચનાનો બ્લોગ .
    shabkhoon.in : શ્રી શમસુર્રેહમાન ફારૂકીનો કાવ્ય,વિવેવેચન વિનો ઉર્દુ બ્લોગ.
    zafariqbal.org : શ્રી ઝફર ઈકબાલનો ઉર્દુ બ્લોગ .
    shamsurrahmanfaruqi.com : શ્રી શમસુર્રેહમાન નો ઉર્દુ બ્લોગ્ .
    mansuri.com શ્રી આદિલ મંસુરીનો મહિતી વિષયક બ્લોગ.
    ghazalgurjari.com :ગઝલ ગુર્જરી શ્રી આદિલ મંસુરીનો ગુજરાતી કાવ્ય વિષયક બ્લોગ.
    adilmansuri.com : શ્રી આદિલ મંસુરીનો ગુજરાતી,ઉર્દુ કાવ્ય વિષયક અંગત બ્લોગ

  3. hemantpunekar Says:

    very nice gazal cheanbhai….

Leave a Reply