શબરી નાં બોર.
શબરી એ બોર કદી ચાખ્યા’તા ક્યાં ?
એણે જીભે તો રાખ્યા’તા રામને.
એક પછી એક બોર ચાખવાનું નામ લઈ,
અંદર્થી ચાખ્યા’તા રામ ને…
બોર બોર ચુંટતા કાંટાળી બોરડીના
કાંટા જરૂર ઈને વાગ્યા હશે ?
લાલ લાલ લોહિના ટશિયા ફૂટીને પછી
એક એક બોરને લાગ્યા હશે?
આંગળીથી બોર એણે ચુટ્યા’તા ક્યાં?
લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને..
શબરી એ બોર કદી……………
રોમ રોમ રાહ જોતી આંખો બીછાવીને
કેટલીય વાટ એણે તાકી હશે!
રામ રામ રાત દી કર્તા રટણ ક્યાંક
આખરે તો જીભ એની થાકી હશે !
હોઠે થી રામ એણે સમર્યા’તા ક્યાં ?
ઠેઠ તળીયે થી ઝંખ્યા’તા રામને
શબરી એ બોર કદી…..
ડો. વિશન નાગડા
હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
કચ્છી કાવ્ય સંગ્રહઃ સોજાંખો (“પરોઢ”) ૧૯૯૧
મિં ( વરસાદ) ૧૯૯૬
સાઓ ( પ્રકાશ ) હવે પ્રકાશિત થશે)
પારિતોષિક ;- સહિત્ય અકાદમી એવોર્ડ ( ગુજરાત)ફોર ‘સોઝાંખો
Best Poet of Decade Award by “SANSMRUTI”
( Dr. Jayant Khatri Memorial Trust , Bhuj )
Executive member of Kutchi Sahitya Academy
( Gujarat ) First Govt. Body for Kutchi Language.
April 3, 2007 at 2:26 pm
ખુબ જ સુંદર ગીત શોધી લાવ્યા ચેતનભાઇ!
આ કવિની સારસ્વત પ્રોફાઇલ બનાવવ માટે વધુ માહિતી મળી શકે?
April 4, 2007 at 9:26 am
સાચે જ ઉત્તમ ગીત… જેમ જેમ વાંચતો ગયો એમ એમ જાણે લોહીમાં ઉતરતું ગયું… કવિને લાખ-લાખ અભિનંદન ! એમની બીજી રચનાઓ સાથે જરૂરથી સાક્ષાત્કાર કરાવજો…
April 6, 2007 at 3:43 pm
રોમ રોમ રાહ જોતી આંખો બિછાવી ને…
સરસ રચના.