કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો
કોણે કમળપૂજા કરી આરાધિયો આ કાફિયો..
કોણે ઉછાળ્યો ગગનમાં ગેડીદડો આ શબ્દનો,
કોણે ફણીધર નાગ જેવો નાથિયો આ કાફિયો..
સદીઓને પેલે પારથી કોણે ફરી કરતાલમાં,
પરભાતિયાના સૂરમાં આલાપિયો આ કાફિયો..
કોણે રચાવી રાસલીલા જો ગઝલ યમુના તટે,
ઘૂમે રદીફની તાલી પર દઈ તાલિયો આ કાફિયો..
કોણે પીધો આ દ્રશ્યનો આસવ ભરીને આંખમાં,
ઘેઘૂર થઈ ઝૂમે હવે લો, સાકિયો આ કાફિયો…
વાઘા સજી લયછંદના, સાફો શબદનો શીશ પર,
કોને પરણવા નીકળ્યો વરણાગિયો આ કાફિયો…
કવિ શ્રી દેવેન્દ્ર પાલેજા ‘ઉશના’
872, R.G. STREET,
OPP. FLOWER MARKET,
COIMBATURE, INDIA.
PIN 641001
હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
April 3, 2007 at 5:05 pm
વાઘા સજી લયછંદના, સાફો શબદનો શીશ પર,
કોને પરણવા નીકળ્યો વરણાગિયો આ કાફિયો…
majaa aavi gai…. khub saras!
April 6, 2007 at 11:29 am
exellent …………
April 6, 2007 at 3:42 pm
મારે લખવું હતું એ જ ઉર્મિએ પહેલા જ લખી નાખ્યું છે.તો બે વાર એ વાંચશો.આભાર.