હ્રદયમાં આંખમાં આકાશમાં અધ્ધર ઊછળવાનું
ગમે તે થાય પણ અંતે તને અમથુંય મળવાનું
નગરની નોંધ જેવો તાપ વેઠીને ઊકળવાનું
મને તારા વગરનું આવડે બસ એમ બળવાનું
બધું યે હાથ લાગે તોયે લાગે ; છે કશું બાકી
ચરણ ચાલ્યાં કરે છે એમ લાગે છે રઝળવાનું
કરું છું એકઠી કરચો બધી હમણાં તો યાદોની
કહી શકતો નથી આગળ ઉપર શું શું નીકળવાનું
મને પણ એટલું શિખવાડ ઓ મારા બરફ બંધુ !
તિમિરમાં તેજમાં સર સર સરી પળ પળ પીગળવાનું
શ્રી મનહર મોદી
હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા