નયનભાઈ દેસાઈ ની એક સિનેમેટિક ગઝલ

June 19, 2007 by gujratikavyajagat

દૂર હોડી,ગીત ધીમું સ્હેજ કૅમેરા ફરે,
ક્લોઝ- અપ સંવાદ સૌ કાંઠા ઉપર પાછા ફરે.

આંગળીઓ ટેપની સ્વીચ પર અને ધીમી તરજ,
ફીણ ઊછળે ગ્લાસમાં ને મેક અપ ફેરા ફરે.

કાગડાનાં ઝુંડ આકાશે ઊડે બે ચાર ક્ષણ,
‘બદ્તમીઝ” કહેતા વિલનની આંખમાં ભાલા ફરે.

હોજમાં લીસ્સી ચળકતી ચામડી ને શોર્ટ સીન,
સીન ઉપર ભૂખ્યા સમયના તીક્ષ્ણ કૂંડાળા ફરે.

લોન્ગ સીન,ગાડી ઊભી હાંફે હીરોઈનનું રુદન,
એક ભાડૂતી કુલીની છાતી પર પાટા ફરે.

ક્લોઝ- અપ સંવાદ સૌ કાંઠાથી જાણે દૂર દૂર,
દૂર હોડી,ગીત ધીમું સ્હેજ કૅમેરા ફરે.

હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

નોંધ

April 10, 2007 by gujratikavyajagat

હ્રદયમાં આંખમાં આકાશમાં અધ્ધર ઊછળવાનું
ગમે તે થાય પણ અંતે તને અમથુંય મળવાનું

નગરની નોંધ જેવો તાપ વેઠીને ઊકળવાનું
મને તારા વગરનું આવડે બસ એમ બળવાનું

બધું યે હાથ લાગે તોયે લાગે ; છે કશું બાકી
ચરણ ચાલ્યાં કરે છે એમ લાગે છે રઝળવાનું

કરું છું એકઠી કરચો  બધી હમણાં તો યાદોની
કહી શકતો નથી આગળ ઉપર શું શું નીકળવાનું

મને પણ એટલું શિખવાડ ઓ મારા બરફ બંધુ !
તિમિરમાં  તેજમાં સર સર સરી પળ પળ પીગળવાનું
શ્રી મનહર મોદી

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

વરણાગિયો આ કાફિયો…

April 3, 2007 by gujratikavyajagat

કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો
કોણે કમળપૂજા કરી આરાધિયો આ કાફિયો..

કોણે ઉછાળ્યો ગગનમાં ગેડીદડો આ શબ્દનો,
કોણે ફણીધર નાગ જેવો નાથિયો આ કાફિયો..

સદીઓને પેલે પારથી કોણે ફરી કરતાલમાં,
પરભાતિયાના સૂરમાં આલાપિયો આ કાફિયો..

કોણે રચાવી રાસલીલા જો ગઝલ યમુના તટે,
ઘૂમે રદીફની તાલી પર દઈ તાલિયો આ કાફિયો..

કોણે પીધો આ દ્રશ્યનો આસવ ભરીને આંખમાં,
ઘેઘૂર થઈ ઝૂમે હવે લો, સાકિયો આ કાફિયો…

વાઘા સજી લયછંદના, સાફો શબદનો શીશ પર,
કોને પરણવા નીકળ્યો વરણાગિયો આ કાફિયો…

કવિ શ્રી દેવેન્દ્ર પાલેજા ‘ઉશના’
872, R.G. STREET,
OPP. FLOWER MARKET,
COIMBATURE, INDIA.
PIN 641001

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

શબરી નાં બોર

April 3, 2007 by gujratikavyajagat

શબરી નાં બોર.

શબરી એ બોર કદી ચાખ્યા’તા ક્યાં ?
એણે જીભે તો રાખ્યા’તા રામને.
એક પછી એક બોર ચાખવાનું નામ લઈ,
અંદર્થી ચાખ્યા’તા રામ ને…

બોર બોર ચુંટતા કાંટાળી બોરડીના
કાંટા જરૂર ઈને વાગ્યા હશે ?
લાલ લાલ લોહિના ટશિયા ફૂટીને પછી
એક એક બોરને લાગ્યા હશે?
આંગળીથી બોર એણે ચુટ્યા’તા ક્યાં?
લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને..
શબરી એ બોર કદી……………

રોમ રોમ રાહ જોતી આંખો બીછાવીને
કેટલીય વાટ એણે તાકી હશે!
રામ રામ રાત દી કર્તા રટણ ક્યાંક
આખરે તો જીભ એની થાકી હશે !
હોઠે થી રામ એણે સમર્યા’તા ક્યાં ?
ઠેઠ તળીયે થી ઝંખ્યા’તા રામને
શબરી એ બોર કદી…..

ડો. વિશન નાગડા

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

કચ્છી કાવ્ય સંગ્રહઃ સોજાંખો (“પરોઢ”) ૧૯૯૧
મિં ( વરસાદ) ૧૯૯૬
સાઓ ( પ્રકાશ ) હવે પ્રકાશિત થશે)
પારિતોષિક ;- સહિત્ય અકાદમી એવોર્ડ ( ગુજરાત)ફોર ‘સોઝાંખો
Best Poet of Decade Award by “SANSMRUTI”
( Dr. Jayant Khatri Memorial Trust , Bhuj )
Executive member of Kutchi Sahitya Academy
( Gujarat ) First Govt. Body for Kutchi Language.

April 2, 2007 by gujratikavyajagat

Friday, March 30, 2007

વસંત ગઝલ ર.પા.

છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે,
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે.

આંખની તો વાત ના પૂછો કે એને શું થયું,.
દ્ર્શ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

બાધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી,
વક્ષ ચડિયાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી,
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

આ ગલીમાં, ઓ ગલીમાં આ ઘરે, ઓ મેડીએ,
જીવ વહેરાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં-
પર્વ ઊજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું રમેશ?
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

કવી શ્રી. રમેશ પારેખ.
હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

2 Comments – Show Original Post

Collapse comments

 

 

Dr Vivek said…
સુંદર કવિતા…

ચેતનભાઈ, જો શક્ય હોય તો બ્લોગસ્પૉટના બદલે આ નવો બ્લોગ વર્ડપ્રેસમાં ચાલુ કરો ને! અહીં જેટલી અગવડો છે, એટલી જ ત્યાં સગવડો છે.

March 30, 2007 5:27 AM

Delete

nilam doshi said…
ખૂબ સુન્દર રચના.પર્વ ઉજ્વાતા થયા..ગુલમહોર મહોર્યા એટલે…

“વસંત વૈભવ -૩”

3 Comments – Show Original Post Collapse comments

 

 

nilam doshi said…
હિતેન આનન્દપરા મારા પ્રિય કવિઓમા ના એક છે.
ખૂબ સુન્દર રચના.આભાર.

મળે ગુલમહોર એ અદાથી….જાણે સંત મળે.

નીલમ દોશી.
http://paramujas.wordpress.com

March 27, 2007 10:57 AM

Delete

Dr Vivek said…
સુંદર ગઝલ…

અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે… આ વાત ગઝલને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે. પરબીડિયું વાંચીને ર.પા. યાદ આવી ગયા:

બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને,
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને.

વસંત વૈભવ -૩

વસંત વૈભવ -૩
બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

અમે જે પાનખરોમાં વિખેરી નાખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેક દીવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબ્હારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે.

વહે તો માત્ર ટહુંકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

કવી શ્રી. હિતેન આનંદપરા.

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

વસંત વૈભવ -૨ હોળીને ટાણે

લોકડિયાં દેખે છે લાલ આંખમાં ઊડે ગુલાલ !
મુખડાની ખાશો ગાળ , આ તે શું કર્યું?
આડે દહાડે જોર ન ફાવ્યું, આજ હોળીનું ટાણું;
ઘણા દિવસની ગુંજ રીસની આજ ઉકેલો જાણું ! લાલ..

જે કહેશો તે ‘હા’ જ હાવાં, નવ માનું તે ચૂકી
-ઓરા આવો, કહું કાનમાં, ‘મારા સમ દો મૂકી!” લાલ!…

શું કરું ? જો આવી સાંકડે, મારું જોર ન ફાવ્યું;
દયાપ્રીતમ! મુને કાયર કરીને તોબાખત લખાવ્યું ! લાલ !…

કવિવર્ય શ્રી દયારામ.

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

DBG said…
very nice thoughts…

Congrates…

Dinesh Gajjar

March 27, 2007 10:15 PM

જય ગુર્જરી,
આ બ્લોગ નાં શ્રીગણેશ વસંત વૈભવ થી કરું છું.
આશા છે આ બ્લોગ ને પણ આપ સૌ વધાવી લેશો…

ચક્લામાં ચેતી ચાલો નવાઈલાલ!
હોળીનો પૈસો આલો નવાઈલાલ!

આજે છે રંગ રંગ હોળી,નવાઈલાલ!
આવી ઘેરૈયાની ટોળી,નવાઈલાલ!

ખાવાં છે સેવ ને ધાણી,નવાઈલાલ!
દાણ માગે છે દાણી,નવાઈલાલ!

આવ્યા નિશળિયા દોડી,નવાઈલાલ!
શાહીની શીશીઓ ઢોળી,નવાઈલાલ!

ઝાલી છે હાથ્માં ઝોળી,નવાઈલાલ!
સિકલ તમારી છે ભોળી,નવાઈલાલ!

જૂની તે પોતડી પ્હેરી,નવાઈલાલ!
લાગો છો રસિયા લ્હેરી,નવાઈલાલ!

ભારે હિમ્મત તમે કીધી,નવાઈલાલ!
ભાભીની કિમ્મત કીધી,નવાઈલાલ!

ઊંધી તે ટોપી પ્હેરી,નવાઈલાલ!
હસશે ગામની ગોપી,નવાઈલાલ!

ચશ્માની દાંડી વાંકી,નવાઈલાલ!
આંખોની આબરૂ ઢાંકી,નવાઈલાલ!
શ્રી વેણીભાઈ પુરોહિત..

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

 

 

…* Chetu *… said…
congrats..!

March 4, 2007 12:03 AM

Delete

Suresh said…
અભિનંદન .. તમારા સાહિત્ય રસને ચાર ચાંદ લાગી ગયા.
એક સૂચન .. તમે જ્યારે આવા જાણીતા સાહિત્ય્કારોની રચના આપો ત્યારે તેમનો ‘કવિ પરિચય્’ પણ આપો તો વાચકને તરત તેમના જીવન વિશે માહીતિ હાથ્વગી થાય. અમારા ‘સારસ્વત પરિચય’ બ્લોગ માં અનુક્રમણિકામાંથી ત્રણ જ સ્ટેપમાં તમને યુ. આર. એલ મળી જશે. એની લીંક ‘કવિ પરિચય’ એમ લખીને આપી દો તો નેટની ઉપયોગિતા વધે.

March 4, 2007 4:40 AM

Neela said…
આપને આપના નવા બ્લોગ પ્રવેશ બદલ શુભેચ્છાઓ.
સુંદર કાવ્ય છે.
એ જમાનો યાદ આવી ગયો.
હું પણ મુંબઈની [આમચી મુમ્બઈ]ની છું.

નીલા

March 4, 2007 8:30 AM

said…
વિવેક said…
Welcome Chetanbhai…

Best wishes…

Hello world!

April 2, 2007 by gujratikavyajagat

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!